દરેક જણ માટે પ્રીમિયમ વીડિયો મીટિંગ.

અમે સુરક્ષિત, ઉચ્ચ ક્વૉલિટીની વ્યાવસાયિક મીટિંગ માટે બનાવેલી સેવા, Google Meetને કોઈપણ ડિવાઇસ પર બધા લોકો માટે ઉપલબ્ધ કરાવવા ફરીથી ડિઝાઇન કરી છે.

હીરોની છબી

સુરક્ષિત રીતે મળો

તમારી માહિતી સુરક્ષિત રાખવા અને તમારી પ્રાઇવસીનું રક્ષણ કરવા માટે Google જે ઉપાયોને અમલમાં મૂકે છે તેને Meet પણ અમલમાં મૂકે છે. Meet વીડિયો કૉન્ફરન્સ ટ્રાન્ઝિટમાં એન્ક્રિપ્ટ થાય છે અને વધારાની સુરક્ષા માટે અમારા સુરક્ષા-પગલાંની શ્રેણી સતત અપડેટ થયા કરે છે.

સુરક્ષિત રીતે મળો

કોઈપણ સ્થળેથી મુલાકાત કરો

તમારી આખી સેનાને Google Meetમાં લઈ આવો, જ્યાં તમે વ્યાવસાયિક રજૂઆતો કરી શકો છો, રસાયણવિજ્ઞાનના એસાઇન્મેન્ટ સંબંધી સહયોગ કરી શકો છો અથવા સ્ક્રીન પર સામસામી મુલાકાત કરી શકો છો.

વ્યવસાયો, શાળાઓ અને અન્ય સંસ્થાઓ તેમના ડોમેનના કાર્યક્ષેત્રની અંદર 100,000 દર્શકોને મીટિંગ લાઇવ સ્ટ્રીમ કરી શકે છે.

Google Meetનો પરિચય

કોઈપણ ડિવાઇસ પર મળો

આમંત્રિત અતિથિઓ કોઈપણ આધુનિક વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને તેમના કમ્પ્યુટર પરથી ઑનલાઇન વીડિયો કૉન્ફરન્સમાં જોડાઈ શકે છે—કોઈ સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કરવાની જરૂર નથી. મોબાઇલ ડિવાઇસ પર, તેઓ Google Meet ઍપ પરથી જોડાઈ શકે છે.

કોઈપણ ડિવાઇસ પર મળો

સ્પષ્ટતા સહિત મળો

Google Meet તમારા નેટવર્કની ગતિ સાથે ગોઠવાઈ જાય છે જેથી તમને બધી જગ્યાએ ઉચ્ચ ક્વૉલિટીના વીડિયો કૉલ મળવાની ખાતરી થાય છે. વધુ સારું બનાવવા માટેના કૃત્રિમ બુદ્ધિમતાના નવાં સાધનો તમારું વાતાવરણ ડહોળાયેલું હોય ત્યારે પણ તમારા કૉલ સ્પષ્ટ રાખે છે.

સ્પષ્ટતા સહિત મળો

દરેક વ્યક્તિને મળો

Googleની વાણી ઓળખ ટેક્નોલોજી દ્વારા સંચાલિત લાઇવ કૅપ્શન વડે, Google Meet મીટિંગને વધુ ઍક્સેસિબલ બનાવે છે. મૂળ નિવાસી ન હોય તેવા વક્તાઓ, સાંભળવાની સમસ્યા ધરાવતા સહભાગીઓ માટે અથવા કલબલાટવાળી કૉફી શૉપમાં, લાઇવ કૅપ્શનની સુવિધાને કારણે દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે છે. (માત્ર અંગ્રેજીમાં ઉપલબ્ધ)

દરેક વ્યક્તિને મળો
જોડાયેલા રહો

જોડાયેલા રહો

સાદું શેડ્યૂલિંગ, સરળ રેકૉર્ડિંગ અને અપનાવી શકાય તેવા લેઆઉટ લોકોને એકબીજા સાથે ઉત્સાહપૂર્વક જોડાયેલા રહેવામાં સહાય કરે છે.

સહભાગીઓ સાથે સ્ક્રીન શેરિંગ

તમારી સ્ક્રીન શેર કરો

તમારી આખી સ્ક્રીન અથવા માત્ર વિંડો બતાવીને દસ્તાવેજો, સ્લાઇડ અને સ્પ્રેડશીટ પ્રસ્તુત કરો.

મીટિંગ હોસ્ટ કરો

મોટી મીટિંગનું આયોજન કરો

મીટિંગ માટે વધુમાં વધુ 500 આંતરિક અથવા બાહ્ય સહભાગીઓને આમંત્રણ આપો.

તમારા ફોન પરથી જોડાઓ

તમારા ફોન પરથી જોડાઓ

Google Meet ઍપનો ઉપયોગ કરીને વીડિયો કૉલમાં જોડાઓ અથવા મીટિંગના આમંત્રણમાંના મીટિંગમાં જોડાવાના નંબર પર કૉલ કરીને માત્ર ઑડિયો કૉલમાં જોડાઓ.

નિયંત્રણ કરો

નિયંત્રણ કરો

મીટિંગ ડિફૉલ્ટ રૂપે સુરક્ષિત હોય છે. મીટિંગમાં કોણ જોડાઈ શકે તેનું નિયંત્રણ માલિકો કરી શકે છે; માત્ર મીટિંગના માલિક દ્વારા મંજૂર કરવામાં આવેલા લોકો જ પ્રવેશી શકશે.

ઇવેન્ટને બ્રોડકાસ્ટ કરો

આંતરિક ઇવેન્ટ બ્રોડકાસ્ટ કરો

તમારા ડોમેનમાં વધુમાં વધુ 100,000 દર્શકો માટે ટાઉન હૉલના કાર્યક્રમ કે સેલ્સ મીટિંગ જેવી ઇવેન્ટને લાઇવ સ્ટ્રીમ કરો.

અગ્રણી કંપનીઓ Google Meet પર વિશ્વાસ કરે છે

Colagte-Palmolive
GANT
BBVAનો લોગો
Salesforceનો લોગો
AIRBUSનો લોગો
Twitterનો લોગો
Whirlpool
PWCનો લોગો

ટોચના પ્રશ્નો

Google Hangouts, Hangouts Meet અને Google Meet વચ્ચે શું તફાવત છે?

એપ્રિલ 2020માં Hangouts Meet અને Hangouts Chat બ્રાંડને Google Meet અને Google Chat બ્રાંડ તરીકે પ્રસ્તુત કરવામાં આવી. અમે 2019માં ઘોષણા કરી હતી કે અમે બધાં ક્લાસિક Hangouts વપરાશકર્તાઓનું નવા Meet અને Chat પ્રોડક્ટ પર સ્થાનાંતરણ કરીશું. દરેક વ્યક્તિને એન્ટરપ્રાઇઝ-ગ્રેડની ઑનલાઇન વીડિયો કૉન્ફરન્સિંગની સુવિધા મળે તે માટે અમે મે, 2020માં Google Meetના કોઈપણ શુલ્ક વિનાના વર્ઝનની ઘોષણા કરી હતી.

શું Google Meetનો ઉપયોગ કરવો સુરક્ષિત છે?

હા. તમારો ડેટા સુરક્ષિત રાખવા અને તમારી પ્રાઇવસીનું રક્ષણ કરવા માટે, Meet Google ક્લાઉડના ડિઝાઇન-દ્વારા સુરક્ષા આપતા આંતરમાળખાનો સારો ઉપયોગ કરે છે. તમે પ્રાઇવસી માટેની અમારી પ્રતિબદ્ધતા, દુરુપયોગ વિરોધી પગલાં અને ડેટાના રક્ષણ વિશે અહીં વાંચી શકો છો.

શું બાહ્ય સહભાગીઓ કૉલમાં જોડાઈ શકે?

હા, ચોક્કસ. Google Meetના કોઈપણ શુલ્ક વિનાના વર્ઝન માટે, તેમાં જોડાવા બધાં સહભાગીઓએ Google એકાઉન્ટમાં સાઇન ઇન કરવું જરૂરી છે. તમે વ્યાવસાયિક અથવા અંગત ઇમેઇલ ઍડ્રેસ વડે Google એકાઉન્ટ બનાવી શકો છો.

Google Workspace ગ્રાહકો નોંધ લે કે, એકવાર તેઓ મીટિંગ યોજે તે પછી તેઓ કોઈપણ વ્યક્તિને, તેનું કોઈ Google એકાઉન્ટ ન હોય, તો પણ જોડાવાનું આમંત્રણ મોકલી શકે છે. બસ, મીટિંગના બધાં સહભાગીઓ સાથે લિંક અથવા મીટિંગ ID શેર કરો.

Google Meetના વપરાશમાં કેટલો ખર્ચ થાય?

Google એકાઉન્ટ ધરાવતી કોઈપણ વ્યક્તિ કોઈપણ શુલ્ક વિના વીડિયો મીટિંગ યોજી શકે છે, વધુમાં વધુ 100 સહભાગીને આમંત્રણ મોકલી શકે છે અને મીટિંગ દીઠ 60 મિનિટ સુધી મુલાકાત કરી શકે છે.

મીટિંગમાં જોડાવાના આંતરરાષ્ટ્રીય નંબર, મીટિંગનું રેકોર્ડિંગ, લાઇવ સ્ટ્રીમિંગ અને વહીવટી નિયંત્રણો જેવી વધારાની સુવિધાઓ માટે પ્લાન અને કિંમત નિર્ધારણ જુઓ.

શું Google Meetની લિંકની કોઈ સમયસીમા હોય છે?

દરેક મીટિંગને કોઈ વિશેષ મીટિંગ કોડ આપવામાં આવે છે, આ કોડની સમયસીમાની સમાપ્તિ, મીટિંગ કયા Workspace પ્રોડક્ટમાંથી બનાવવામાં આવી છે તેના પર આધારિત હોય છે. અહીં વધુ વાંચો.

શું Google Meet મારી ઔદ્યોગિક આવશ્યકતાઓ સાથે સુસંગત છે?

Google Meet સહિતના અમારાં પ્રોડક્ટ નિયમિત રૂપે તેમની સુરક્ષા, પ્રાઇવસી અને અનુપાલનના નિયંત્રણો, પ્રમાણપત્રોની પ્રાપ્તિ, અનુપાલનના સાક્ષ્યાંકનો અથવા સમગ્ર વિશ્વમાંના માનકો અનુસાર ઑડિટ રિપોર્ટ માટે સ્વતંત્ર રૂપે ચકાસાય છે. પ્રમાણપત્રો અને સાક્ષ્યાંકનોની અમારી વૈશ્વિક સૂચિ અહીં મળી શકશે.

મારી સંસ્થા Google Workspaceનો ઉપયોગ કરે છે. મને Calendarમાં Google Meet શા માટે દેખાતી નથી?

IT વ્યવસ્થાપકો Google Workspace સેટિંગનું નિયંત્રણ કરે છે, જેમકે Google Calendarમાં Google Meet એ ડિફૉલ્ટ વીડિયો કૉન્ફરન્સિંગ સુવિધા છે કે નહીં. તમારી સંસ્થામાં Google Meetને સક્રિય કરવાની રીત જાણવા માટે Google Workspace વ્યવસ્થાપક સહાયતા કેન્દ્રની મુલાકાત લો.